ભરૂચ શહેરનાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલાં અંબાજી માતાના મંદિર પાસે વિદેશી દારૂનો વેપલો કરતાં બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જોકે ટીમે તેમની પાસેથી રૂપિયા 44 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરૂદ્ધ પ્રોહિ. એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ એ ડિવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલાં અંબાજી માતાના મંદિર પાસે જ વિદેશી દારૂનો વેપલો થાય છે. જેના પગલે એક ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો.
જોકે પોલીસે ત્યાં એક મિણીયા થેલામાં વિદેશી દારૂ લઇને ઉભેલાં દેવ ઉર્ફે ગદો પ્રવિણ મકવાણા તેમજ લારા શંકર મકવાણાને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી પહેલાં વિદેશી દારૂની 40 બોટલો મળી આવતાં ટીમે તેમની પાસે પુછપરછ કરી અન્ય મુદ્દામાલ ક્યાં સંતાડ્યો તેની વિગતો પુછતાં તેમણે કબુલ્યું હતું કે, તેમણે દાંડિયાબજાર શનિદેવ મંદીરની પાછળ નદીના પટમાં ઝાડી ઝાંખરામાં સંતાડયો હોવાનું માલુમ પડતાં ત્યાંથી પણ દારૂ જપ્ત કરી ટીમે તેમની પાસેથી રૂપિયા 44 હજારથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ, ટીમે બંને વિરૂદ્ધ પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500