ભરૂચનાં માતરિયા તળાવ પાસે આવેલાં પંડિત દિનદયાળ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં અભિમન્યુ ભીખા જગતાપને ત્યાં મહારાષ્ટ્રનાં નાશિકથી તેમના સંબંધી સુનિલ ભાવલાલ જગતાપ તેમની બહેન અશ્વિની આવવા નીકળ્યાં હતાં. જોકે તેઓ ભોલાવ ડેપો પર ઉતરતાં તેઓ બાઇક પર તેમને લેવા માટે ગયાં હતાં. જ્યાંથી સુનિલ તેમની બાઇક પર બેઠો હતો. જ્યારે તેની બહેન રીક્ષામાં બેસી તેમની પાછળ આવી રહી હતી. તે દરમિયાન ભોલાવ બ્રીજ ચઢીને ઉતરતી સમયે અયોધ્યા તરફ જવા માટે તેઓ બાઇક વાળી રહ્યાં હતાં.
તે સમયે એક સ્કૂટી ચાલકે તેમને ટક્કર મારતાં બંને રોડ પર પટકાયાં હતાં. જેમાં અભિમન્યુ જગતાપને ઇજાઓ થતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. સુનિલની બહેન પાછળ જ રીક્ષા લઇને આવી રહી હોઇ તેઓએ તેમને રીક્ષામાં બેસાડી ભરૂચ સીવિલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. ત્યારબાદ ત્યાંથી વધુ સારવર માટે એપેક્ષ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application