Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલ પરથી નીચે પડતા અકસ્માત સર્જાયો

  • March 13, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં રાજપારડી નજીક ઝઘડિયા તરફ જવાના માર્ગ પર ભુંડવા ખાડી પર નવા બનેલ પુલ પરથી એક કાર નીચે પ‍ડી જવા પામી હતી. બનાવની વિગત એવી છે કે, ઝઘડિયા તરફથી આવી રહેલ એક કાર ભુંડવા ખાડીનાં નવા બનાવેલ પુલના રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની દિવાલ ઓળંગીને જુના રોડ પર પડી હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. ઉલ્લેખનીય છે કે, ભુંડવા ખાડીનો જુનો પુલ ખુબ નીચો હોવાથી ચોમાસામાં પુલ પરથી પાણી જતું હોવાનું ઘણીવાર બનતું હોય છે.







આ ધોરી માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી અંતર્ગત જુના પુલની બાજુમાં નવો પુલ બનાવાઇ રહ્યો છે. નવો પુલ જુના પુલ કરતા પ્રમાણમાં ખાસો એવો ઉંચો બનાવાયો છે. જેથી પુલની બંને તરફ રોડ ઢાળવાળો બન્યો છે. રોડ ઢાળવાળો બનતા બંને તરફ વોલ બનાવીને રેલિંગ બનાવાઇ છે. દરમિયાન નવા પુલ પર જવાના માર્ગ પરથી પસાર થતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નવા પુલના રસ્તા પરથી જુના માર્ગ પર પડી હતી. જોકે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application