અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં આવેલ એક કંપનીમાં થયેલ ચોરીમાં તાલુકા પોલીસે 6 ઈસમોને ઝડપી પાડી બે વાહનો મળી ભંગાર મળી કુલ રૂપિયા 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર રૂરલ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે સમયે જીતાલી ગામમાં ત્રણ રસ્તા પાસે ચોરીના આરોપીઓ ભેગા થયેલ હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા પાંચ ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા તેમના નામ સમીર મનુ યાદવ, દીપ્તેશ અશોક પટેલ, ફરમાન મુમતાઝ શેખ, રાકેશ અમરસિંગ રાઠવા અને આકાશ હીરામણી વસાવા હોવાનું જણાવ્યું હતું.
જોકે પાંચેયની સઘન પૂછપરછ કરતા તેઓ એ યોગી એસ્ટેટમાં આવેલી કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ચોરીના મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા તેઓએ ભંગારનો વેપાર કરતા ચંદ્રશેખર માનસિંગ વર્માને વેચી દીધો હોવાનું જણાવ્યું હતું, પોલીસે ચંદ્રશેખરની દુકાન તપાસ કરી પૂછપરછ કરતા ચંદ્રશેખરે મુદ્દામાલ લીધો હોવાની કબૂલાત કરતા તેની અટકાયત કરી દુકાનમાંથી સ્ટીલની ફ્લેન્ચ તથા સ્ટીલનો ભંગાર તેમજ એક મોટરસાયકલ, રીક્ષા, 6 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 39 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500