Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટ્રક અડફેટે આવતાં બાઈક સવાર યુવકનું મોત, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • March 08, 2023 

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે બાઈક સવારોને ટ્રક ચાલકે અડફેટે લેતા એક યુવકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, જંબુસર તાલુકાનાં નહાર ગામમાં રહેતા નટવરસિંહ ચંદ્રસિંહ મકવાણાનો 27 વર્ષીય પુત્ર સુનિલ મકવાણા પોતાની બાઈક લઇ ગામેઠા ગામમાં રહેતા મિત્ર હિતેશ કાંતિ ચૌહાણને ત્યાં ગયો હતો જ્યાંથી મિત્રની બાઈક નંબર GJ/06/NC/84 02 લઇ ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા ગામ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહ્યા હતા.





તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર HR/45/B/9592નાં ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુનીલ મકવાણાના શરીર ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જયારે મિત્ર હિતેશને ઈજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application