Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : ઝઘડો છોડાવવા વચ્ચે પડેલ યુવાન પર હુમલો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • January 16, 2023 

ભરૂચનાં ગુલબીનાં ટેકરા વિસ્તારમાં અગાઉનાં ઝઘડામાં યુવાનોને છોડાવવા વચ્ચે પડેલાં એક મિત્ર પર શખ્સોએ હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચનાં ન્યૂ કસક વિસ્તારમાં રહેતો સુહેલ યુસુફ પટલ તેમજ તેના મિત્રો સાંજનાં સમયે નર્દમ નદી કિનારે ખુલ્લા ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતાં હોઇ તે ત્યાં ગયાં હતો.



તે દરમિયાન ગુલબી ટેકરી ખાતેના હેન્ડપંપ પાસે લઘુ, મુકેશ તેમજ મહેશ વચ્ચે ઝઘડો થયો હોવાનું તેને જાણવા મળ્યું હતું. જોકે લઘુ તેનો મિત્ર થતો હોઇ તે તેને સમજાવવા માટે વચ્ચે પડતાં મહેશ અને મુકેશ અચાનક ઉશ્કેરાઇ ગયાં હતાં. તેઓએ તેને અને લઘુને માર મારવા સાથે નજીકમાં પડેલી ટાઇલ્સનો પથ્થર છુટો મારી દેતાં તેના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. દરમિયાન તેનો મિત્ર સમીર તેમને છોડાવવા વચ્ચે પડતાં મહેશનાં બીજા મિત્રો જેમાં સન્ની ઉર્ફે ભુરીયો તેમજ જયો ત્યાં આવી જતાં તેઓએ પણ ભેગા થઇ તેમના પર હુમલો કરી મારમારી ઇજાઓ પહોંચાડી હતી.




ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, અગાઉની કોઇ જૂની અદાવતમાં મુકેશ અને મહેશ તેના મિત્ર લઘુ સાથે ઝઘડો કરી રહ્યાં હતાં. ઘટનામાં ઈજગ્રસોને તત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application