Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં વેલદા ગામે દુકાનદારે બાળકી સાથે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી

  • April 11, 2025 

નિઝરનાં વેલદા ગામે દુકાનદારે કોઈક વસ્તુ લેવા આવેલી ૭ વર્ષીય માસુમ બાળકીને ઘરમાં આવ પેપ્સી આપીશ તેમ કહીને બોલાવીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ કરતા બાળકી રડતી રડતી ઘરે પહોંચતા તેણીની માતાએ હવસખોર દુકાનદાર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના વેલદા ગામમાં આવેલ દશરથ બદુભાઈ પાડવીએ દુકાને ખાદ્ય સામગ્રી કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવા લોકો અવરજવર કરતા હોય છે. જોકે ગત તારીખ ૦૯/૦૪/૨૦૨૫ નારોજ શાળાએથી આવ્યા બાદ એક બાળકી ઘરેથી પૈસા લઈને દુકાને કોઈક વસ્તુ લેવા માટે ગઈ હતી. ત્યારે બાળકીને એકલી જોઈને દુકાનદાર દશરથના મનમાં હવસ જાગી જતાં તેણે બાળકીને પેપ્સી આપવાનાં બહાને ઘરમાં બોલાવી હતી અને તેના ઘરનાં પહેલા માળે લઈ જઈ બાળકીના શરીર સાથે છેડછાડ કરી ખાટલા ઉપર સુવડાવી બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. આમ, ધોરણ-૧માં અભ્યાસ કરતી ૭ વર્ષ અને ૯ માસ ૪ દિવસની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું જેથી બાળા ગભરાતી-ગભરાતી ઘરે આવતા માતાએ પુછપરછ કરતા રડવા લાગી હતી. આખરે દુકાનદારે કરેલ કૃત્યનું વર્ણન બાળકીએ રડતા-રડતા કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો. ઘટના અંગે બાળકીની માતાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application