Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા મહિલાનું કરંટ લાગતા મોત

  • July 07, 2023 

ભરૂચનાં વાલિયા તાલુકાનાં પીઠોર ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા મહિલાનું કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલિયાનાં પીઠોર ગામનાં ટેકરી ફળિયામાં રહેતા 50 વર્ષીય કમળાબેન વિનુભાઈ વસાવા સવારમાં ગામની સીમમાં આવેલ જશવંતભાઈ પાંડવના ખેતરે મજુરી કામ માટે ગયા હતા.


તે દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થતી એલટી વીજ લાઈનનો જીવંત વીજ વાયર તૂટી પડતા કમળાબેન વસાવાને જોરદાર વીજ કરંટ લાગતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application