સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ મથકમાં છેતરપીંડીનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરનાં નિશાળ ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન ખાતે સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાનાં પોલીસ પકડથી નાસતા-ફરતા ગુનેગારોને શોધી જેલ ભેગા કરવા માટે એસ.પી.એ જિલ્લાના દરેક પોલીસ અધિકારીઓને સુચનાઓ આપી હતી. જેના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અંકલેશ્વરની ટીમના P.S.I. અને તેમની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં ફરતા હતા.
તે સમયે ખાનગી બાતમી આધારે કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી જેરામ છીતાભાઇ પટેલ (રહે.નવા તરીયા, નિશાળ ફળીયું, તા.અંક્લેશ્વર)નો પોલીસ પકડથી નાસતો ફરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે આ વિસ્તારમાં સર્ચ કરીને આરોપીને અંક્લેશ્વર ભરૂચીનાકાથી પકડી પાડ્યો હતો. આમ, પોલીસે તેની સામે CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500