Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયાનાં વેલુ ગામમાં નારેશ્વર પાટિયા પાસે દીપડો પાંજરે પુરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

  • January 16, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં વેલુગામ તથા આસપાસનાં વિસ્તારમાં દીપડાનો ભય ફેલાયો હતો તેવામાં વેલુગામનાં નારેશ્વર પાટિયા પાસે મુકાયેલાં પાંજરામાં દીપડો પુરાઇ જતાં લોકોને રાહત થઇ હતી. ઝઘડિયા તાલુકાનાં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને નર્મદા કાંઠા વિસ્તારમાં અવારનવાર દિપડા નજરે પડતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. જયારે તાલુકામાં શેરડીનાં ખેતરો દીપડાનાં વસવાટ માટે આશ્રય સ્થાનો મનાય છે. દીપડાઓ ખોરાકની શોધમાં ઘણીવાર માનવ વસ્તીમાં આવી જતા હોય છે અને પશુપાલકોના ઘરોના વાડામાં બાંધેલ પાલતુ પશુઓને નિશાન બનાવતા હોય છે.




ઘણીવાર દીપડાઓ દ્વારા માણસો પર હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે. તાજેતરમાં પાણેથા વેલુગામ કાકલપોર ગામે દિપડાએ સ્થાનિકો પર હુમલો કર્યો હતો. ખેડૂતો અને ખેતમજુરોએ ઘણીવાર વહેલી સવારે અને એકલદોકલ પણ સીમમાં જવું પડતું હોય છે. દરમિયાન વનવિભાગ દ્વારા દિપડાની સંભવિત અવરજવરવાળા સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વેલુગામ નજીક નારેશ્વર પાટિયા નજીકથી દિપડો પાંજરામાં પુરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application