Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : સુતેલ મજુર પર કાર ફરી વળતા મજુરનું સારવાર દરમિયાન મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • July 18, 2023 

અંકલેશ્વર હવા મહેલ રોડ પર અનમોલ પ્લાઝા સામે રોડ બાજુમાં સુતેલા મજુર પર કાર ફરી વળી હતી. જોકે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો અને ગંભીર રીતે ઇજા પામેલ મજુર સારવાર અર્થે ખસેડાયો પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વરનાં જુના નેશનલ હાઇવે નંબર 8 પર હવા મહેલ પાસે આવેલા અનમોલ પ્લાઝા સામે રોડ પર સલીમ મહોમદ શેખ નામનો શ્રમિક રોડ સાઈડમાં ખુલ્લામાં સૂતો હતો.



તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે કાર ગફલતભરી રીતે હંકારી લાવી તેના પર ચઢાવી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ સલીમ શેખનાં મિત્ર અને સાથી શ્રમિકોએ સલીમ પટેલને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે આનંદ શવજી રાજગુરુએ ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application