Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : દારૂનાં ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

  • November 11, 2022 

અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં ચૂંટણીનાં માહોલ વચ્ચે SPની સૂચનાઓથી જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવીને હિસ્ટ્રીશીટરો અને ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ત્યારે ભરૂચ LCBની ટીમ PIનાં માર્ગદર્શન હેઠળ PSI શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે, અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં પ્રોહિબીશનનાં ગુનાના CRPC-કલમ 70 મુજબનાં વોરંટનો આરોપી અતુલ કમલેશ વસાવા છેલ્લા 6 મહીનાથી પોલીસ ધરપકડથી નાસતો ફરે છે. LCBની ટીમને મળેલી બાતમી હકીકત આધારે તેઓએ પઠાર ગામના બસ સ્ટેન્ડથી આરોપીને પકડી પાડયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application