ભરૂચ એલ.સી.બી. પોલીસની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતી. તે દરમિયાન રાજપીપલા રોડ ઉપર મીરાનગરમાં આવેલા શ્રી રામ મોબાઈલ રીપેરીંગ દુકાનમાં, શંકાસ્પદ મોબાઈલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની મળેલ બાતમીનાં આધારે, એલ.સી.બી. પોલીસે દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરમાં 8 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. જોકે પોલીસે દુકાનદાર રમેશ ભગવાન રામ બિશ્નોઇ પાસે, આ મોબાઈલનાં બિલ સહિતના પુરાવા માંગતા તેણે રજુ ન કરી, તેમજ સંતોષકારક જવાબ નહિ આપતા તેની અટકાયત કરી રૂપિયા 38 હજારનાં 8 નંગ મોબાઈલ કબ્જે કરી તેની વિરુદ્ધ જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બીજી તરફ એલ.સી.બી. પોલીસે ચોરાયેલા મોબાઇલ એક્ટિવ થતાં તેનું લોકેશન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા બિંદેશ્વરી એન્જીનીયરીંગ કંપનીમાં બતાવતું હોવાથી એલસીબી પોલીસે એન્જીનીયરીંગ કંપનીમાં તપાસ કરતા સલાઉદ્દીન શુભાન અંસારી પાસેથી મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ મોબાઈલ પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા ખત્રી મોબાઈલ દુકાનમાંથી રૂપિયા 7,500/-માં ખરીદેલો હોવાનું જણાવ્યું હતું.
જોકે એલ.સી.બી. પોલીસે તેની સાથે રાખી ખત્રી મોબાઈલ ખાતે તપાસ કરતા દુકાનદારની પૂછપરછ કરતા તે ગંગા જમના સોસાયટીમાં રહેતો આરીફ ઈદ્રીશ ખત્રી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મોબાઈલ અંગે આરીફ ખત્રીની પૂછતાછ કરતા ચારેક મહિના અગાઉ એક શખ્સ સસ્તામાં આપી ગયો હતો. આમ પોલીસે 15 હજારની કિંમતનો એક મોબાઈલ કબ્જે કરી ખત્રી મોબાઈલનાં આરીફ ખત્રીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500