નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થતાં છેલ્લા દોઢ વર્ષથી ગોલ્ડન બ્રિજ પર ખુ ઓછી અવરજવર રહે છે. ત્યારે દિવાળીનાં રોજ બપોરે સામસામે બે બાઇકો અથડાઈ હતી. જેમાં બંને બાઇકો ઉપર રહેલા યુવાનો નશાની હાલતમાં હોય અને ખાલીખમ ગોલ્ડન બ્રિજમાંથી પુરઝડપે પસાર થઇ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. જેમાં બંને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા 5 યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. વર્ષો બાદ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જોકે અકસ્માતની જાણ વાહન ચાલકો સાથે પોલીસને થતા 108 પણ દોડી આવી હતી અને બ્રિજની અંદર જ બાઈકનાં કચ્ચરઘાણ વચ્ચે 5 યુવકો લોહીલુહાણ હાલતમાં પડેલા મળ્યા હતા. જયારે આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં એક યુવકને સારવાર મળે તે પેહલા જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર યુવકોને હાલત પણ નાજુક હોવાની વિગતો જાણવા મળી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી ધરતા તેમના પરિજનોને જાણ કરતા પરિવારમાં શોક લાગણી ફરી વળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application