Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા ત્રણ જુગારીઓ પોલીસ પકડમાં, ચાર ફરાર

  • October 29, 2022 

અંકલેશ્વરનાં મોતાલી ગામનાં ખાડી ફળિયા સામેથી જુગાર રમતા ત્રણ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા, જયારે અન્ય ચાર ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં મોતાલી ગામનાં ખાડી ફળિયા સામે કેટલાંક ઈસમો જુગાર રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટાફે માહિતી વાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા. જોકે પોલીસ જોઈને જુગારીયાઓમાં નાસ ભાગ મચી જવા પામી હતી.




જોકે, પોલીસે સ્થળ પરથી દિલીપ અંબુ વસાવા, મુકેશ વસાવા અને રાકેશ વસાવાને ઝડપી પાડ્યા હતા આમ પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 7 હજાર મળી કુલ રૂપિયા 10,700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે પોલીસને જોઈ ભાગી ગયેલા રમણ ખોડાભાઈ વસાવા, સન્મુખ મેરજી વસાવા, અશોક વસાવા અને સેવનતું નામનાં ચાર જુગારી ફરાર થઇ જતાં પોલીસે તેમને ઝડપી કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application