Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર યુવક સામે ગુનો દાખલ

  • November 19, 2021 

ભરૂચનાં ઝઘડીયા તાલુકાના એક ગામનો પરિવાર છૂટક મજૂરી તથા ઘરકામ કરી તેમના પરિવારનો ગુજરાત ચલાવે છે. આ પરિવારની એક સગીર યુવતીને ગત તા.06/11/2021ના રોજ કુંવરપુરા ગામનો નરેશ ગણપત વસાવા નામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ તેની સગીર પુત્રીને કોણ ભગાડી ગયો છે તેની તપાસ કરતા કુંવરપુરા ગામનો નરેશ તેમની પુત્રીને બાઈક પર બેસાડી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગત 16/11/202ના રોજ સગીરાના પરિવારજનો કુંવરપુરા ગામે નરેશના ઘરે ગયા હતા.





તે સમયે યુવકનું ઘર બંધ હતું અને જાણવા મળ્યું હતું કે , નરેશનો પરિવાર નરોલી ગામે ઈટના ભઠ્ઠા પર મજૂરી કરવા ગયા છે. સગીરાના પિતા તેજ દિવસે ઈંટોના ભઠ્ઠા પર તેની સગીર પુત્રી પરત લેવા માટે ગયા હતા. ઈટોના ભઠ્ઠા પર સગીરાને ભગાડી જનાર નરેશના પિતા ગણપતભાઇ તથા તેનો મોટો ભાઈ મળ્યા હતા. સગીરાના પિતાએ તેમની સગીર પુત્રી પરત સોંપી દેવાની માંગણી કરી હતી પરંતુ નરેશના પિતા ગણપતભાઇ તથા તેનો ભાઈ ઉશ્કેરાઈ જઈ સગીરાના પિતાને માં-બેન ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાના પિતાએ નરેશ ગણપત વસાવા, ગણેશ ગણપત વસાવા અને ગણપત વસાવા (ત્રણે રહે. કુંવરપુરા તા. ઝઘડિયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application