Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : શારીરિક અને માનસિક રીતે હેરાન કરનાર ઈસમ વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

  • January 11, 2023 

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રહેતી વિધવાએ એક પરપ્રાંતિય યુવક સાથે બે વર્ષ પ્રેમ સંબંધ રાખ્યા બાદ તેને તોડી નાખ્યો હતો. તે બાદ બળજબરી પૂર્વક પ્રેમ સંબંધ રાખવા અને છેડતી કરતા પરપ્રાંતિય યુવક વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 42 વર્ષીય વિધવા રહેતી હતી જોકે તેને 2 વર્ષે પૂર્વે મૂળ બિહારનાં અને હાલ સુરત ખાતે રહેતા પરપ્રાંતિય રામબાલક ભલા ફગુની દાસ યાદવ જોડે પ્રેમ સંબંધ હતો. જેથી તે અવાર-નવાર મહિલાનાં ઘરે આવાગમન કરતો હતો.




ત્યારબાદ વર્ષ 2021માં મહિલા જી.આઇ.ડી.સી.માંથી મકાન ખાલી કરીને ગ્રામ વિસ્તારમાં રહેવા માટે ગઈ હતી. જોકે મહિલાએ મકાન બદલ્યા બાદ રામબાલક યાદવ જોડે પ્રેમ સંબંધ તોડી નાખી તેને બોલવાની ના પાડી હતી. તેમ છતાં પણ રામબાલક યાદવ મહિલાને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી હેરાન-પરેશાન કરતો હતો અને મહિલા એમ નહિ કરતા તે રસ્તામાં આવતા જતા મહિલાની છેડતી કરતો હતો. એકવાર વિધવા મહિલા રસ્તામાં આવતી હોય તેને આંતરી તેની સાડી ખેંચી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application