Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાઉનમાંથી પોલીસે શંકાસ્પદ લીક્વિડ કેમિકલ ભરેલ 194 ડ્રમ સાથે એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • July 07, 2023 

ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ પાસે આવેલા યોગી એસ્ટેટના એક ગોડાઉનમાંથી રૂરલ પોલીસે 194 ડ્રમમાં ભરેલા મિક્સ સોલ્વન્ટનો જથ્થો કબ્જે કરી એકની ધરપકડ કરી રૂપિયા 7.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વર રૂરલ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટમાં પ્લોટ નંબર-23નાં એક ગોડાઉનમાં શંકાસ્પદ લીક્વિડ કેમિકલ ભરેલા ડ્રમ પડેલા હોવાની માહિતી મળી હતી. જે આધારે રૂરલ પોલીસે ગોડાઉનમાં દરોડા પાડતા 194 નંગ ડ્રમ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા પાણી જેવા રંગનું પ્રવાહી ભરેલા જોવા મળ્યું હતું.



જોકે પોલીસે સ્થળ પરથી એક શખ્સની પૂછપરછ કરતા આ મુદ્દામાલ લલિત રમેશ સતાણીનો હોવાનું જણાવ્યું હતું. આ ડ્રમમાં ભરેલા કેમિકલ અંગે પૂછપરછ કરતા તેણે મિક્સ સોલ્વન્ટ હોવાનું જણાવ્યું હતું. રૂરલ પોલીસે આ મિક્સ સોલ્વન્ટના જથ્થા અંગેના બિલ કે પુરાવા માંગતા તેણે રજુ નહિ કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસ રૂપિયા 7.76 હજારની કિંમતના મિક્સ સોલ્વન્ટ લીક્વિડ ભરેલા 194 નંગ ડ્રમ કબ્જે કરી લલિત સતાણીની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application