અંકલેશ્વરમાં જીતાલી ગામની હદમાં આવેલા યોગી એસ્ટેટ-2 સ્થિત ધૈર્ય બિલ્ડીકોનની ઓફિસમાં જુગાર રમતા નવ જુગારીઓને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા છે. આમ, પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરમાં ગતરોજ રાત્રે એલ.સી.બી.ની ટીમ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે સમયે માહિતી મળી કે, જીતાલી ગામની હદમાં આવેલા યોગી એસ્ટેટ-2 સ્થિત ધૈર્ય બિલ્ડીકોનની ઓફિસમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યાં છે.
જેના આધારે પોલીસે માહિતીવાળા સ્થળ પર જઈ રેઇડ કરતાં ધૈર્ય બિલ્ડીકોનની ઓફિસમાં જુગાર રમતાં નવ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં એલ.સી.બી. પોલીસે સ્થળ પરથી કલ્પેશ ભનુભાઈ વાસાણી, ભરત લક્ષ્મણભાઈ અભાગી, અશોક વસંતભાઈ સાંગાણી, હસમુખ ધીરૂભાઈ ચોવટીયા, સતીષ લાભુભાઈ વાઘાણી, હિતેશ નાગજીભાઈ ઉધાડ, દિક્ષીત નિલેષભાઇ વસાણી, અજય વિઠ્ઠલભાઇ ગજેરા અને કિશોર રામભાઇ વસાણીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 65,310 મોબાઈલ અને વાહનો મળી કુલ રૂપિયા 3,10,310/-નો મુદ્દામાલ કબ્જે કરીને પકડાયેલા તમામ જુગારીઓ સામે જુગારધાર હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500