Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પ્રોહિબીશનનાં ગુનાનો વોન્ટેડ આરોપીને ભરૂચની LCB પોલીસે ઝડપી પાડ્યો

  • May 24, 2023 

કોસંબા પોલીસ મથકનાં પ્રોહિબીશનનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ અંગે LCB પોલીસે કોસંબા પોલીસને જાણ કરતા તેઓ ટ્રાન્સફર વોરંટથી આરોપીને લઈ જવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લા એસ.પી.નાં વોન્ટેડ તથા પેરોલ જમ્પનાં આરોપીઓને ઝડપી પાડવા આદેશ આપ્યા હતા. જેના આધારે અંકલેશ્વર LCB પોલીસની ટીમ વોન્ટેડ આરોપીઓને માહિતી એકત્ર કરીને પી.એસ.આઈ. અને તેમની ટીમ અંક્લેશ્વર G.I.D.C. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.






તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનનાં ગુનાનો આરોપી વિજય મણીલાલ પટેલ (રહે.ગુજરાત ઉસીંગ,મ.નં.188,અંક્લેશ્વર)નો પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય તેને અંક્લેશ્વર G.I.D.C.માં આવેલી કેમાતુર ચોકડી ખાતેથી પકડી લઇ CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અક્લેશ્વર G.I.D.C. પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ અંગે કોસંબા પોલીસને જાણ કરતા તેઓ ટ્રાન્સફર વોરંટથી આરોપીને લઈ જવાની કામગીરી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application