અંકલેશ્વર બી-ડીવીઝનમાં ગત તારીખ 6 ફેબ્રુઆરી 2023નાં રોજ બેંક ઓફ બરોડાનાં CCTV કેમેરા તેમજ સી.ડી.આર. એનાલીસીસ કરતા એક શંકાસ્પદ ઇસમ જણાયો હતો. જે સુરત પલસાણામાં રહેતો સાજીદ સલીમખાન હોવાનું ખુલ્યું હતું. ભરૂચ LCB પોલીસે સાજીદ ઉર્ફે બાબુ કાણીયો સલીમ ખાનને ઝડપી લઇ સઘન પૂછપરછ કરી હતી. જેથી સલીમે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, તે તેના મિત્રો જીતેન્દ્ર ઉર્ફે ભુરીયા, યોગેશ નામદેવ પાટીલ, આયુષ મિશ્રા, રવિયા ચરસી તેમજ પ્રમોદ યાદવ મળીને રાજ્યમાં અંકલેશ્વર, સુરત સહીત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં બેંકો બહાર કાગળની ગડ્ડી બતાવી લોકોના રૂપિયા પડાવ્યા હતા. તેમજ ગેંગે 80થી વધુ ગુનાને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર બી-ડીવીઝન પોલીસને તપાસ સોંપવામાં આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગડ્ડી ગેંગનાં અન્ય સાત સાગરીતોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના માટીની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application