Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાનોલીની કંપનીમાંથી ચોરી કરનાર ચાર જણા ભરૂચ એલ.સી.બી. પોલીસનાં પકડમાં

  • August 18, 2023 

ભરૂચનાં અંકલેશ્વર પાનોલી જી.આઇ.ડી.સી.માં એગ્રો પેક કંપનીમાં થયેલી ચોરી અંગે ભરૂચ એલ.સી.બી. પી.એસ.આઈ. અને ટીમે બાકરોલ બ્રિજ નીચે બે ઈસમો થેલામાં જંતુનાશક દવાની બોટલ ભરી વેચાણ માટે ફરી રહ્યા હોવાની માહિતીના આધારે વોચ ગોઠવી બે ઈસમો અને જંતુનાશક દવા ખરીદ કરવા આવેલા બે એજન્ટોને ઝડપી પાડયા હતા. જોકે સંજાલી ગામનાં તળાવ પાસે રહેતો સંજય સુરેશ તડવી અને કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતો મિતેષ વિષ્ણુ પટેલએ રૂપિયાની જરૂરિયાત ઉભી થતા ચોરી કરવાનું નક્કી કરી રેકી શરૂ કરી ચોરી કરી હતી અને જે દવા વેચવા માટે વૈભવ પાર્ક કાપોદ્રા પાટિયાના આકાશ પવાર અને શ્યામવિલા ભડકોદ્રાના ધનશ્યામ બંશી યાદવનો સંપર્ક કરી બાકોરલ બ્રિજ પાસે આપવા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application