Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં પોલીસે સામસામે 5 જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

  • March 14, 2023 

ભરૂચનાં મક્તમપુરનાં બોરભાઠા બેટ વિસ્તારમાં રહેતાં બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જયારે બંને પક્ષની ફરિયાદનાં આધારે સી ડિવિઝન પોલીસે કુલ 5 જણા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ભરૂચના મક્તમપુર ગામે નર્મદા દર્શન સોસાટીમાં રહેતો ભાવીન ઉર્ફે ગુડ્ડુ રમેશ પટેલની માતા ઘરે હતી તે સમયે વિસ્તારમાં રહેતો દિપક મિસ્ત્રી તમારો પુત્ર ઝઘડાઓ કર્યાં કરે છે. તમે ઘર ખાલી કરી જતાં રહો તેવી ધમકીઓ આપી હતી. દરમિયાનમાં તે તેના મિત્રો સાથે બોરભાઠા બેટ વિસ્તારમાં આંટો મારવા ગયો તે સમયે દિપક તેમજ તેના મિત્રો હર્નિષ તથા હાર્દિકે તેની સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો.





જોકે આ ઘટનામાં મક્તમપુર ઇન્દિરા આવાસ ખાતે રહેતાં દિપક મહેશ મિસ્ત્રીએ ફરિયાદ નોંધવી હતી કે, ભાવીને તેમની વહુને ફોન કીર ધમકીઓ આપી હતી. જેથી તે ભાવિન ઉર્ફે ગુડ્ડુને સમજાવવા જતાં ભાવિન તેમજ તેની સાથેના કેયુર કાંતી પટેલે તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદમાં 5 જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application