Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : 6 જુગારીઓ સાથે રૂપિયા 1.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • March 09, 2023 

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંજાલી ગામનાં તળાવ પાસે જુગાર રમતા 6 જુગારીઓ ઝડપી પાડ્યા હતાં. આમ પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 1.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ લોકલ ક્રાઈમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે મળેલ બાતમીનાં આધારે, સંજાલી ગામે તળાવ ફળીયામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.








જે બાતમીનાં આધારે LCB પોલીસ સ્ટાફે સ્થળ પર રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે 6 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી અંગઝડતી અને દાવ પર લગાવેલા રૂપિયા અને 2 નંગ મોબાઇલ, 2 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,11,660/- સાથે 6  જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. આમ પોલીસે ઝડપાયેલ તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ પાનોલી પોલીસ મથકમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.






પોલીસે રેઇડમાં ઝડપાયેલ 6 જુગારીઓ....

1.રાજુભાઇ સુકાભાઇ વસાવા,

2.મહેશભાઇ સુકાભાઇ વસાવા,

3.કમલેશસિંહ છોટેલાલ રાજપુત,

4.કેસરી સીંધુ દુખ્ખુ પાંડે,

5.સિધ્ધાર્થભાઇ દિપકભાઇ વસાવા અને

6.દલપતભાઇ ભીખાભાઇ વસાવા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application