Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં છાપરા ગામે કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી, કાર ચાલક ફરાર

  • March 16, 2023 

અંકલેશ્વરનાં છાપરા ગામ ખાતે બુટેલગર વિગ્નેશ રાજુ વસાવાને મોટા પાયે ઈંગ્લીશ દારૂ મગાવી વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમે છાપરા ગામનાં પટેલ ફળીયા નજીક ખુલ્લા પ્લોટમાં સર્ચ કરતા માહિતી આધારે પાર્ક કરેલી એક અલ્ટો કારમાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની જાણ થઈ હતી. જેમાં સર્ચ કરતા ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ 825 નંગ મળી આવી હતી.






જ્યારે બુટલેગર કારને જાહેરમાં બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે બુટલગેર વિગ્નેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ, પોલીસે સ્થળ પરથી 2 લાખ રૂપિયાની કિંમતની અલ્ટો કાર અને 96 હજાર ઉપરાંતની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી કુલ રૂપિયા 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application