Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અડફેટે બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • July 13, 2023 

અંકલેશ્વર સજોદ ગામ ખાતે કુંભાર ફળીયા ખાતે રહેતા મહેશ પ્રજાપતિ ગત સાંજે દહેજ ખાતે આવેલ વીલો વુડ કંપનીમાંથી નોકરી પરથી છૂટી ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન સજોદ નજીક નાંગલ પાટિયા પાસે તેમની બાઇકને કાર ટકકર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલાં મહેશ પ્રજાપતિનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકને અડફેટમાં લઇ ફરાર થઇ ગયેલ કાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય બનાવ વાલિયા ચોકડી પાસેના નિલેશ બ્રિજ નજીક બન્યો હતો.



જેમાં ઝંખવાવના 45થી 50 વર્ષીય ઈસમ જેના હાથ પર શનિભાઈ લખ્યું છે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા ને તેમના છાતીનાં ભાગે ટ્રક ચઢી જતા તેમને ગંભીર ઇજા ના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાનાં પગલે લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application