અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે એક બાઈક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાયો હતો અને તેને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, આજરોજ સવારે અંકલેશ્વર-ભરૂચ વચ્ચે એક યુવાન પોતાની બાઈક લઈ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.
તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાન રોડ પર ફંગોળાતા શરીર ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે અકસ્માતને પગલે રોડ પર આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનીક પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી બાઈક સવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત સર્જનાર વાહન ચાલકને શોધવાની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application