ભરૂચના દહેજ બાયપાસ રોડ પરથી પસાર થતી એક ટ્રેલરનાં ચાલકે સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતાં ટ્રક ડિવાયડર પર ચઢી ગયું હતું. જોકે ઘટના મોડી રાત્રે બનતાં મોટી ઘટના બનતા બચી ગઇ હતી. જયારે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. બનાવની વિગત એવી છે કે, ભરૂચ શહેરનાં દહેજ બાયપાસ રોડ પરથી ઔદ્યોગિક વસાહતોમાં સામાન લાવતાં વાહનોની અવર-જવર વધુ હોય છે. જેના કારણે આ માર્ગ પર અવારનવાર અકસ્માતો થતાં હોય છે.
જેમાં તાજેતરમાં ગતરોજ રાત્રીનાં સમયે એક ટ્રક-ટ્રેલરનાં ચાલકે તેના ટ્રક ટ્રેલરમાં કન્ટેઇનર લઇને જઇ રહ્યો હતો. તે સમયે ચાલકને ઝોંકુ આવતાં કે પછી અન્ય કોઇ કારણસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક રોડની વચ્ચેનાં ડિવાયડર પર ચઢી ગયું હતું. જોકે આ અકસ્માતમાં ચાલકને કોઇ ઇજા થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ઘટના મોડી રાત્રે બની હોવાને કારણે ટ્રાફિક ઓછું હોવાથી કોઇ મોટી હોનારત સર્જાઇ ન હતી પણ ટ્રક રોડની વચ્ચોવચ્ચ ખોટકાઇ જવાને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application