Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કાર ચાલકનો આબાદ બચાવ

  • March 14, 2023 

અંકલેશ્વરની ડીસન્ટ હોટલ પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ અકસ્માતમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરથી વાલિયા ચોકડી નજીક ડીસન્ટ હોટલ સામે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.





જોકે કારને નુકસાન થવા પામ્યું હતું અને વાહનોથી ધમધમતાં માર્ગ પર થયેલાં અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ જતાં અનેક વાહન ચાલકો અટવાયાં હતાં. અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે વાહનોનું ભારણ વધી રહયું હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં છે. જયારે એસ.ટી. બસ અને કારને રોડની સાઇડ પર હટાવી પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application