Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : સગીરા પર ગાડીમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી યુવકને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • August 01, 2023 

ભરૂચનાં ઝઘડીયા તાલુકાની એક ગામની સગીરાને ઇક્કો ગાડીમાં બેસાડી માર્ગમાં દુષ્કર્મ ગુજારનાર નરાધમને ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસે ગણતરીનાં દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલએ ઝઘડિયા તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા ઉપર એક અઠવાડિયા પહેલા ઇક્કો ગાડીમાં બેસાડી માર્ગમાં તેણી સાથે બળાત્કાર ગુજારી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા સુચના આપી હતી.



જે સૂચનાને આધારે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા જી.આઈ.ડી.સી. પોલીસ મથકના પી.એસ.આઈ. બી.એસ.શેલાણાએ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે પોક્સો એકટ અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલ મૂળ નેત્રંગ તાલુકાના બલદવા બામલ્લા કંપની અને હાલ માલજીપુરા ખાતે રહેતો આરોપી સતિષભાઇ રાજુભાઇ વસાવા અંકલેશ્વરના સજોદ ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી સતીશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application