Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • July 20, 2023 

અંકલેશ્વરનાં અવાદર ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને રંગે હાથ ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ​​​​અંકલેશ્વર પોલીસની ટીમ અંકલેશ્વરના અવાદર ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ગામ મંદિર ફળીયામાં આંબલીનાં ઝાડ નીચે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જે ચોક્કસ માહિતી આધારે એરિયા કોર્ડન કરી દરોડો પાડ્યો હતો જ્યાં જુગાર રમતા દઢાલનાં તૌસીફ ઉર્ફે શેરા શેખ, અવાદર ગામના લાલુ વસાવા, કિશોર પટેલ, રાજુ વસાવા, અક્કી ઉર્ફે કાલુ વસાવા, મુકેશ વસાવા અને રાહુલ વસાવાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલા રૂપિયા 3,660, તેમજ અંગઝડતી માંથી રૂપિયા 7,100, તેમજ 2 મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂપિયા 50,760/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application