આમોદ તાલુકાનાં કાંકરિયા ગામે રહેતાં શખ્સની ભેંસોને ચરાવવા ગયેલો બાળક ભેંસોને શોધવા માટે પાણીની ટાંકી પર ચઢવા જઇ રહ્યો હતો. તે સમયે એક યુવાને તેને તે ત્યાંથી પડી જાય તેવી ભિતીને લઇ તેને નીચે ઉતાર્યો હતો. જે બાબતની રીશ રાખી શખ્સે યુવાન સાથે ઝઘડો કરી તેને મારમારી જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. બનાવ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, આમોદમાં આવેલાં કાંકરિયા ગામે રહેતો અશ્વિન ધીરજ વસાવા તેના અન્ય મિત્રો સાથે ગામની પાણીની ટાંકી પાસે બેસીને વાતો કરી રહ્યાં હતાં.
તે સમયે ગામમાં રહેતો જયેશ બચુ વસાવા નામનો બાળક પાણીની ટાંકી પર ચઢી રહ્યો હતો. જેના પગલે અશ્વિને તેને પાણીની ટાંકી પરથી નીચે ઉતર નહીં તો પડી જઇશ તેમ કહેવા છતાં તે પાણીની ટાંકી પર ચઢી જતાં અશ્વિને ટાંકી પર ચઢી તેને નીચે ઉતારવાની કવાયત હાથ ધરતાં તેણે જણાવ્યું હતું કે, તે તેના શેઠ હરજી ભરવાડની ભેંસો ચરાવતો હતો તે ભેંસ ક્યાંક જતી રહી હોઇ તે તેને શોધતો હતો.
જેના પગલે અશ્વિને તેને નીચે ઉતારી તેની સાથે ભેંસ શોધી રહ્યો હતો. તે સમયે હરજી ભરવાડનો પુત્ર રસ્તામાં મળતાં તેને હકીકત જણાવી જો જયેશ ટાંકી પરથી પડી જાતતો તમારૂ નામ આવત તેમ કહીં ત્યાંથી જતો રહ્યો હતો. જોકે બીજા દિવસે ગામના ડેપો પાસે હરજી ભરવાડે અશ્વિન સાથે ઝઘડો કરી તેને અપશબ્દો ઉચ્ચારી જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. બનાવ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500