ભરૂચ જિલ્લા એસ.પી. દ્વારા જિલ્લામાં દારૂ બંધીની ચુસ્ત અમલવારી માટેની સુચના આપવામાં આવી છે. એલ.સી.બી., પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. તેમજ તેમની ટીમ સહિતના કર્મીઓ સાથે નેત્રંગ ચોકડી પાસે વોચ ગોઠવી એક ટેમ્પો અને પાયલોટીંગ કરનાર બાઇક ઝડપી હતી. ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં બનાવેલાં ચોરખાનામાં કુલ 4.83 લાખની મત્તાનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. આમ પોલીસે દારૂની હેરાફેરી કરનાર સોયેબ ઇલ્યાસ પટેલ (રહે.શેરપુરા, ભીખી સ્ટ્રીટ, ભરૂચ), પ્રથમેશ અશોક ચૌહાણ (રહે.દહીસર, મુંબઇ) તેમજ જેસિંગ ધનુ વસાવા (રહે.ઉમરપાડા, સુરત) નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 10.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application