દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, જોલવા ગામની નવી નગરીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ગામનાં જુગારી મહેન્દ્ર ભીખા રાઠોડ, સંજય રાઠોડ, અક્ષય રાઠોડ અને રાજુ રાઠોડ તેમજ અલ્પેશ અરવિંદ રાઠોડને ઝડપી પાડ્યો હતો.
જયારે તાલુકા પોલીસે બાતમીનાં આધારે ભરૂચ તાલુકાનાં દેરોલ ગામની નવી નગરીમાં બાવળની ઝાડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 16 હજાર અને 4 નંગ મોબાઈલ, રીક્ષા તેમજ બાઈક મળી કુલ રૂપિયા 87 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામનાં ટેકરા ફળિયાનાં જુગારી બળદેવ રાવળ, હસમુખ પંચાલ, ઇમરાન અનવર મલેક, જગદીશ રાઠોડ સહીત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
વાલિયા તાલુકા પઠાર ગામનાં ઝાંઝર ફળિયામાં બાઈક ઉપર જુગાર રમાડતા એક જુગારીને ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો, જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો. ભરૂચ એલ.સી.બી.નો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તાલુકા પઠાર ગામના ઝાંઝર ફળિયામાં ભેંસ ખેતર ગામના નિશાળ ફળિયામાં રહેતો બકુલ છત્રસિંગ વસાવા બાઈક ઉપર બેસી ફરક આંકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 12 હજાર, 1 નંગ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 67 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી બકુલ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે પરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500