Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા 10 ઈસમો ઝડપાયા

  • May 30, 2023 

ભરૂચનાં કુકરવાડા ખાતે નવી વસાહતમાં દરોડો પાડ્યો હતો. જેમાં નવી વસાહત પાછળ લીમડાનાં વૃક્ષ નીચે જુગાર રમતા ગામના 6 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી અલ્પેશ પ્રજાપતિ, કલ્પેશ પટેલ, રાકેશ વસાવા, રણજીત વસાવા, હસમુખ પટેલ અને બચુ પટેલની ધરપકડ કરાઈ હતી. તેમજ દાવ પર લાગેલા રોકડા રૂપિયા 4,595/- અને અંગ ઝડતીમાં રૂપિયા 6,550/- મળી કુલ રૂપિયા 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.






જયારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 11 હજાર રોકડા સાથે 4 અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. દરોડો પાડતા અંકલેશ્વર અને જીતાલીનાં મુઝબીલ શેખ, સાહિલ મલેક, અબ્દુલગની સાંચવાલા અને યુનુસ નવાબ પકડાઈ ગયા હતા અને સ્થળ પરથી રોકડા અને અંગ ઝડતીમાં મળી કુલ રૂપિયા 11 હજાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application