બાંગ્લાદેશ હાલમાં મોટા પાયે અશાંતિ ફેલાયેલી છે.એકતરફ વચગાળાની સરકાર રચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક પ્રદર્શનકારીઓ તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. ખાસ કરીને ઢાકામાં વ્યાપક હિંસા ફેલાઈ છે, શાસક પક્ષના ઘણા રાજકારણીઓના ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી છે.પ્રદર્શનકારીઓની વિધ્વંશકપ્રવૃતિઓનો ભોગ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝા પણ બન્યો છે.
બાંગ્લાદેશના પ્રમુખ અખબારના એક અહેવાલ મુજબ, દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગના ખુલના જિલ્લાના નરેલ મતવિસ્તારમાં એક ટોળાએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર મુર્તઝાના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી.હસીનાના રાજીનામા પછી, દેશના વિવિધ ભાગોમાં ટોળાએ સત્તાધારી પક્ષ અવામી લીગના સભ્યોની મિલકતો પર હુમલો કર્યો. પ્રદર્શનકરીઓએ મુર્તઝાના ઘરને નિશાન બનાવ્યું કારણ કે તે નરેલ-2 મતવિસ્તારમાંથી સંસદસભ્ય હતો.મશરફે મુર્તઝાને બાંગ્લાદેશે અત્યાર સુધીનો શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. તે ODI ક્રિકેટમાં સૌથી બાંગ્લાદેશનો સૌથી સફળ કેપ્ટન છે, તેની આગેવાની હેઠળ બાંગ્લાદેશની ટીમે 88માંથી 50 મેચ જીતી છે.
મુર્તઝા બાંગ્લાદેશનો ઉત્તાન્મ પેસ બોલર પણ છે. ત્રણેય ફોર્મેટમાં, તેણે 389 વિકેટ ઝડપી છે અને બાંગ્લાદેશ માટે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં શાકિબ અલ હસન પછી બીજા સ્થાને છે. લોઅર ઓર્ડરમાં રમતા તેણે 6 ટેસ્ટ, 220 ODI અને 54 T20I માં 2955 રન બનાવ્યા છે.મુર્તઝા 2019 માં, નરેલ-2 જિલ્લામાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા, અને તેમણે 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં પણ તેમની બેઠક પાછી મેળવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500