Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતનાં નવા પોલીસ વડા તરીકે વર્ષ 1989 બેચનાં IPS અધિકારી વિકાસ સહાયની નિમણૂંક

  • March 02, 2023 

ગુજરાતનાં નવા પોલીસ વડા આશિષ ભાટીયા તારીખ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયાં છે. ત્યારે નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે 1989 બેચનાં IPS અધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આજે વિકાસ સહાયને રાજ્યના પોલીસ વડા તરીકે કાયમી નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ નવા DGP માટે 3 IPS અધિકારીઓ રેસમાં હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય હવે ગુજરાતના નવા DGP બન્યાં છે. જયારે વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.







પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી. અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ DGP તરીકે જવાબદારી સોંપાઈ હતી. પરંતુ હવે તેઓ રાજ્યના કાયમી DGP બન્યાં છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application