રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસે અને દિવસે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. આરોપીઓએ સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. સગીરાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, આણંદ જિલ્લામાં સારસાના ખડીપુરા પ્રાથમિક શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
સગીરા રાત્રે ગરબા રમવા ગઈ હતી, ત્યારે તેને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સગીરાએ બૂમાબૂમ કરતા ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઈ છે. જે રીતે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે જોતાં લાગી રહ્યુ છે કે, ગુજરાતમાં ગુનેગારોને જાણે મોકળુ મેદાન મળ્યુ છે. ખાખી વર્દીનો કોઈને ડર રહ્યો નથી. આ પરિસ્થિતી વચ્ચે ગૃહમંત્રી શેખી મારી રહ્યા છે. ત્યારે સલામત ગુજરાતમાં જ મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. ઉલ્લેખની છે કે, વડોદરાના ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500