બારડોલીના બાબેનમાં આવેલી શક્તિનગર સોસાયટીના મકાન નં.૬૪ની પાછળ રાંધણ ગેસના સબસીડીવાળા બાટલામાંથી ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઈલેક્ટ્રીક મોટર સાથે નોઝર પાઈપ લગાડી ગેસ રિફિલિંગ કરવાના બે નંબરના ધંધાના ઠેકાણે પોલીસે રેડ કરી આખું કારખાનું પકડી પાડી અવનીશ વિરેન દિક્ષિત સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીના બાબેનમાં શક્તિનગર સોસાયટીના મકાન નં.૬૪ની પાછળના ભાગે અવનીશ વિરેન રામનારાયણ દીક્ષિત નામનો ઈસમ છેલ્લા કેટલાક સમયથી પોતાના મકાનના વાડામાં તથા નાની ઓરડીમાં રાંધણ ગેસના સબસીડીવાળા બાટલાઓ બે નંબરમાં મેળવીને તેમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી બજારમાં વેચવાનો વેપલો કરતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી.
ત્યાંથી પોલીસને HP કંપનીના ૧૪ કિ.ગ્રા.ના બાટલા નંગ.૧૪ કોમર્શિયલ ગેસના ૧૭ બાટલા પૈકી રાંધણ ગેસના ૧૩ બાટલા ભરેલા પ્લા.સીલ મારેલા છે તથા ૧ બોટલ ખાલી મળી હતી અને કોમર્શિયલ ગેસના ૪ બાટલા ભરેલા અને ૧૩ બાટલા ૫ કિ.ગ્રાનો ૧ નાનો ખાલી બાટલોખાલી મળ્યા હતા. એ રીતે નાના મોટા કુલ ગેસના ૩૨ બોટલ મળી રૂપિયા ૮૪,૪૦૦/-નો મુદ્દામાલ તથા ગેસ રિફિલિંગ માટેની ઈલેક્ટ્રિક મોટર નંગ ર જેની કિંમત રૂપિયા ૧૦ હજાર, તેમજ સાથેની નોઝલ ફીટ કરેલી પાઈપ નંગ ૪ જેની કિંમત રૂપિયા ૩,૨૦૦/- તથા ઈલેક્ટ્રિક વજન કાંટો જેની કિંમત રૂપિયા ૨,૫૦૦/- મળી કુલ રૂપિયા ૧ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે અવનીશ વિરેન રામનારાયણ દીક્ષિત વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500