મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં ભડભુંજા ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢથી ઉચ્છલ તરફ જતા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ભડભુંજા ગામનાં વાવડી ફળિયામાં રહેતા હિદડાભાઈ મોતિયાભાઈ ગામીત (ઉ.વ.75) નાઓ ગુરુવારનાં રોજ સવારે 7.30 વાગ્યાનાં અરસામાં ભડભુંજા ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢથી ઉચ્છલ તરફ જતા નેશનલ હાઈવે નંબર-53 પરથી રોડ ક્રોસ કરી સામેની સાઈટે જતા હતા.
તે સમયે એક ગ્રે-કલરની ઇકો ફોર વ્હીલ ગાડી જેનો વાહનનો નંબર ખબર નથી તે ઈકો ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હિદડાભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં હિદડાભાઈ રોડ ઉપર નીચે પટકાઈ જતા તેમને કપાળનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સરીસિંગભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ઉચ્છલ પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application