Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં ડભોઇ રોડ પર ફાયર બ્રિગેડનું વાહન પલ્ટી જતાં અકસ્માત સર્જાયો

  • July 19, 2024 

વડોદરામાં ડભોઇ રોડથી ગણેશ નગર તરફ જવાના રસ્તા પર ફાયર બ્રિગેડનું વાહન પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે મોપેડ સવાર યુવતીનો બચાવ થયો હતો. આજે બપોરે 2:15 વાગે રોડ પરથી પસાર થતું હતું ત્યારે ગણેશ નગર ત્રણ રસ્તા પાસે ડાબા હાથે વળાંક લેતા સમયે સ્ટેરીંગ પરનો કાબુ નહીં રહેતા આખું વાહન પલ્ટી ખાઈને રોડની સામેની સાઈડએ ઊંધું થઈ ગયું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થતી મોપેડ સવાર યુવતીનું વાહન નીચે ચગદાઈ ગયું હતું પરંતુ યુવતી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. યુવતીને આંગળી પર સાધારણ ઇજા થઈ હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application