અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવીટી ચાલી રહી છે. જેમાં કાયાકિંગની એક્ટિવીટીની મજા માણતી એક યુવતીએ બેલેન્સ ગુમાવતા નદીમાં પડી ગઈ હોવાની ઘટના બની હતી પરંતુ યુવતીએ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગઈ હતી. આ દરમિયાન તાત્કાલિક એજન્સીનાં ક્રુના માણસો રેસ્ક્યૂ બોટ લઈ યુવતી પાસે પહોંચી ગયા હતા અને નદીમાંથી યુવતીને બહાર કાઢી બોટમાં બેસાડી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવતી કાયાકિંગ બોટમાં લાઈફ જેકેટ પહેરાવીને બેસાડવામાં આવી હતી.
જયારે યુવતી બોટ લઈ નદીની વચ્ચે પહોંચી ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું અને તે નદીમાં પડી ગઈ હતી. યુવતી નદીમાં પડતા તેને બચાવવા માટે કાયાકિંગ એજન્સીના માણસો રેસ્ક્યૂ બોટ લઈ ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને નદીમાંથી બહાર કાઢી હતી. કાયાકિંગ વોટર સ્પોર્ટ્સની મજા માણતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આ બોટ ખૂબ જ નાની હોય છે અને એક જ વ્યક્તિ તેમાં બેસી શકે છે. વોટર સ્પોર્ટ્સ માણતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
જો તમારું બેલેન્સ બગડી જાય તો બોટ ઊંધી પણ વળી શકે છે. કાયાકિંગ એક્ટિવિટીનાં અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારના સમયે પહેલા સ્લોટમાં એક યુવતી કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતી વખતે નદીમાં પડી ગઈ હતી. જેથી ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યૂ ટીમના માણસો બોટ લઈ નદીની વચ્ચે પહોંચ્યા હતા અને તુરંત જ તેને બહાર કાઢી લીધી હતી. તેઓને નદીના કિનારે લાવી અને બેસાડવામાં આવ્યા હતા. કાયકિંગના મેનેજરે જણાવ્યું હતું કે, યુવતીનું વજન વધારે હોવાથી બેલેન્સ ના રહેતા તે નદીમાં પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500