Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ફ્રૂટની લારી ફેરવી બંધ મકાનોની રેકી કરી ચોરી કરનાર ત્રણ ચોરટાઓ પોલીસ પકડમાં

  • June 08, 2023 

અમદાવાદના નારણપુરામાં રહેતા ડોક્ટર પરિવાર સાથે ભૂતાન ફરવા માટે ગયાં અને ચોરોએ તેમના ઘરમાંથી સોનાના દાગીના, રોકડા રૂપિયા તથા કેટલીક ઈલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. આ ડોક્ટરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 12.50 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે એલ.સી.બી. ઝોન વન દ્વારા આરોપીઓને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



મળતી વિગતો પ્રમાણે, નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ એલ.સી.બી. ઝોનને સોંપવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.એ ગુનાની ગંભીરતાને જોતાં બનાવ વાળી જગ્યાના તથા આસપાસના રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. આ ફૂટેજમાં મોડી રાતના સમયે એક રિક્ષા લઈને આવેલા ત્રણ ઈસમો જીવનદીપ સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરતાં હોવાનું જણાયું હતું. એલસીબીએ આ ત્રણેય ઈસમોની ઓળખ કરીને તેમની ભાળ મેળવવા પેટ્રોલિંગમાં હતાં.



તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આરોપીઓ સવારે ફ્રૂટની લારી ફેરવીને આસપાસના વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરતાં હતાં અને રાત્રે તક જોઈને તેમાં ચોરી કરીને ફરાર થઈ જતાં હતાં. બાતમીને આધારે એલસીબીના અધિકારીઓએ રાતના સમયે નારણપુરામાં જીવનદીપ સોસાયટીના બંધ મકાનમાંથી સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ, રોકડા રૂપિયા અને ઈલેક્ટ્રીક વસ્તુઓની ઘરફોડ ચોરી કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે જગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયોએ ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ રિક્ષા સાથે પકડી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી 13 હજારની કિંમતના ચાંદીના કુલ 15 સિક્કા, 12 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ એક લાખની કિંમતની રિક્ષા મળીને કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application