અમદાવાદનાં બોપલ બ્રિજ સનસીટીનાં ગેટ પાસે પાર્ક કરેલી બિલ્ડરની કારનો કાચ તોડી તસ્કરો રૂપિયા 10 લાખની રોક્ડ રકમ લઈ ફરાર થઈ જતાં સરખેજ પોલીસે રાત્રે ચોરીની ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ, બોપલ-ધૂમામાં વી.આઈ.પી. રોડ પર હનુમાનજીનાં મંદિર પાસે આવેલા શરણદીપ મેન્શન બંગલોમાં રહેતાં ગુણવંતભાઈ કાંતિભાઈ પટેલ (ઉ.વ.55) નાંએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જે મુજબ ફરિયાદી અને તેઓની પત્ની રવિવારે સાંજે 7.30 વાગ્યે એસ.પી. રિંગરોડ પર સનસીટી ગેટની પાસે આવેલા સર્વિસ રોડ પર કાર પાર્ક કરી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. જોકે જમીને રાત્રીના 8.30 વાગ્યે દંપતી પરત ફર્યું ત્યારે તેઓની કારનાં ડાબી સાઈડનાં પાછળનાં દરવાજાનો કાચ તોડી તસ્કરો રૂપિયા 10 લાખની રોક્ડ રકમ ભરેલી લેધર બેગ લઈ ફરાર થઈ ગયા હતા. તેમજ બેગમાં પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ પણ હતા. બનાવ અંગે સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application