Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : 400 માણસોને મુંબઈથી ગોવા ક્રુઝમાં લઈ જવાનું કહી લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર સામે ગુનો દાખલ

  • March 28, 2023 

અમદાવાદમાં ટ્રાવેલ્સનો ધંધો કરનારા વ્યક્તિ સાથે 400 માણસોને મુંબઈથી ગોવા ક્રુઝમાં લઈ જવાનું કહી રૂપિયા 57 લાખ લઈને છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, અમદાવાદનાં ખોખરામાં રહેતા ઈલોંગ નામના વ્યક્તિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેઓ 2021માં તેમના મિત્ર હસમુખ પટેલ સાથે ગોવા ગયા હતાં. ત્યારે તેમની મુલાકાત હસમુખ પટેલના મિત્ર જીગર પટેલ સાથે થઈ હતી.






ત્યારે જીગર પેટેલે કહ્યું હતું કે, તે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને સુરતથી તેનું ક્રુઝ દમણ સુધી જાય છે. જોકે ઈલોંગે થોડા દિવસ બાદ જીગર પટેલને કહ્યું હતું કે, મારે 400 લોકોને ચેન્નઈથી ગોવા મોકલવાના છે તો તમારુ ક્રુઝ ચેન્નઈ ખાતે મોકલી આપશો? ત્યારે જીગર પટેલે જણાવ્યું હતું કે, હું તમારા માણસોને મુંબઈથી પ્લેન દ્વારા મુંબઈ લઈ જઈશ અને ત્યાંથી મારા ક્રુઝમાં ગોવા મોકલી આપીશ. આ પેટે એક વ્યક્તિ દીઠ 25 હજાર જેટલો ખર્ચ થશે તેવું કહેતાં જ ઈલોંગે તેની સાથે ડીલ નક્કી કરી હતી. આમ, જીગર પટેલ તેના મિત્ર લવ શર્મા, વરુણ શર્મા તથા જતીનભાઈ નાગલાને લઈ ઈલોંગની ઓફિસે આવ્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે, આ મારા પાર્ટનર છે.






તેમની ઓફિસ આશ્રમ રોડ પર છે. તમારે જે માણસોને મોકલવાના છે તેના ટોકન પેટે 9 લાખ રૂપિયા આપવા પડશે. ત્યારબાદ ઈલોંગે જીગરને પૈસા ટ્રાન્સફર કર્યાં હતાં. જીગરે ઈલોંગે કહ્યું હતું કે, તમારા માણસોને મોકલવાના હોય તો પૈસા જલ્દી ટ્રાન્સફર કરો. જેથી ઈલોંગે થોડા થોડા કરીને 57 લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ ઈલોંગ અને તેના મિત્ર ક્રુઝ જોવા માટે ગયા તો ક્રુઝ કેન્સલ થયું હતું. ઈલોંગને આ બાબતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું જણાતા તેણે અમદાવાદમાં નવરંગપુરામાં પોલીસ ફરિયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application