Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીને બદનામ કરનાર યુવકની ધરપકડ

  • July 28, 2022 

અમદાવાદમાં યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખનાર સેટેલાઈટનાં યુવકને સાયબર સેલે મંગળવારનાં રોજ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવકે આ કૃત્ય આચર્યું હતું. જયારે યુવક એકતરફી પ્રેમ કરતો હોવાની જાણકારી મળતા યુવતીએ મિત્રતા તોડી નાંખી હતી.




જેના પગલે ઉશ્કેરાયેલા યુવકે યુવતીને બદનામ કરવાનો નિર્ણય લીધો હતો. બનાવની વિગત એવી છે કે, સેટેલાઈટનાં શિવરંજની ચાર રસ્તા પાસે શિલીકોનવેલી એપાર્ટમેન્ટમાં રહેતાં દિપ વિપુલભાઈ કંસારા (ઉ.વ.20) નાને સાયબર સેલે ઝડપી પડ્યો હતો.




જોકે પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ દિપને ફરિયાદીની પુત્રી સાથે મિત્રતા કરી હતી. દિપ યુવતીનો એકતરફી પ્રેમમાં હોવાથી તેની સાથે પ્રેમસબંધ કેળવવા અંગેની વાતચીતો કરતો હતો. આ બાબતે યુવતીને જાણ થતાં તેણે દિપ સાથેની ફ્રેન્ડશીપ તોડી નાંખી હતી. જેથી દિપે યુવતીના નામની ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને અપશબ્દો અને બિભત્સ લખાણ લખી વાઈરલ કરી યુવતીની બદનામી થાય તેવું કૃત્ય કરતો હતો.




આરોપીએ આ આઈડી યુવતી સાથે પ્રેમસબંધ રાખવા માટે બનાવેલ હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત એક આઈફોન જમા લઈ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application