અમદાવાદનાં જૂહાપુરા વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર આરોપીને પોલીસે પોક્સો એક્ટના ગુનામાં ઝડપી લીધો છે. જોકે આ બાળકી દૂકાને વસ્તુ લેવા માટે ગઈ તે સમયે આરોપીએ તેના શરીરે હાથ ફેરવીને અડપલાં કર્યા હતા. બનાવ અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર. વેજલપુર પોલીસે પોક્સ એકેટનાં ગુનામાં અઝહર આલમ નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
જોકે મૂળ બિહારનો વતની એવો અઝહર શહેરની જૂદી જૂદી હોટલમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે મંગળવારે સાંજે પોતાના ઘરેથી દૂકાને વસ્તુ લેવા માટે આવેલી 8 વર્ષની બાળકી સાથે અઝહર આલમે અડપલાં કર્યા હતા જેથી બાળકીએ ઘરે જઈને માતા-પિતાને જાણ કરી હતી.
જેથી માતા-પિતાએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા વેજલપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે મંગળવારે મોડી રાત્રે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપી અઝહર આલમને ઝડપી લીધો હતો. ઘટનાને પગલે શરૂઆતમાં ડરી ગયેલી બાળકી ઘરે જઈને કોઈ બોલતી ન હતી. જોકે, પુત્રીને માતા-પિતાએ સમજાવીને પૂછપરછ કરતા સમગ્ર બાબતે બહાર આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500