રાજસ્થાનથી નડિયાદ બીયરની 51 પેટી જેમાં કુલ 1224 બોટલ મળી આવી હતી જયારે કારને પીસીબીએ શાંતિપુરા સર્કલ પાસેથી રોકીને તપાસ કરી હતી. પોલીસે બીયર તેમજ ગાડી સહિત કુલ રૂપિયા 6.61 લાખનાં મુદ્દામાલ સાથે કાર ચાલક બુટલેગરને સરખેજ પોલીસને સોંપ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી બીયરનો જથ્થો ભરેલી એક કાર એસપી રિંગરોડ થઇને નડિયાદ જઈ રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. તે બાતમીનાં આધારે પોલીસ ટીમ સાથે શાંતિપુરા સર્કલ ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતી બાતમીવાળી એક કારને રોકીને તેમાં તપાસ કરતાં કારમાંથી બીયરની 51 પેટી જેમાં કુલ 1224 બોટલ જેની કિંમત રૂપિયા 1.46 લાખ મળી આવી હતી.
આમ, પોલીસે કારનાં ચાલક ભૂપતસિંહ રાજપૂત (ઉ.વ.30) નાની પૂછપરછ કરતા તે રાજસ્થાન આબુરોડના બુટલેગર ચિરાગ પાસેથી બીયર લઈને આવ્યો હતો. જોકે આ બીયરનો જથ્થો નડિયાદનાં બુટલેગર અલ્પેશને પહોંચાડવાનો હતો. જેથી તે નડિયાદ જવા રિંગરોડ પરથી નીકળ્યો હતો. પોલીસે બીયર તેમ જ ગાડી સહિત કુલ રૂપિયા 6.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે જ બીયર મોકલનાર આબુરોડનાં ચિરાગ અને બીયર મંગાવનાર નડિયાદનાં બુટલેગર અલ્પેશની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500