Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ : 146મી રથયાત્રાનાં રૂટ ઉપર 187 ભયજનક મકાનનોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ અપાઈ

  • June 10, 2023 

અમદાવાદમાંથી નીકળનારી 146મી રથયાત્રા અગાઉ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રથયાત્રાનાં રૂટ ઉપરનાં 187 ભયજનક મકાન અથવા તેના ભાગને ઉતારી લેવા નોટિસ આપવામા આવી છે. પાંચ જેટલા ભયજનક મકાન ઉતારી લેવાયા છે. ભયજનક મકાનની આગળ આ વર્ષે મ્યુનિ.તંત્રે એલ્યુમિનીયમની પ્લેટ લગાવી છે. જેથી કોઈ ઉખાડી ના શકે. રથયાત્રાનાં રૂટ ઉપર મ્યુનિ.તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરવા શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સહિતનાં પદાધિકારીઓએ ગતરોજ  રૂટ ઉપર નિરીક્ષણ કર્યુ હતુ.


ત્યારબાદ શહેર એકતા સમિતિની બેઠક યોજવામા આવી હતી. બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ, એકતા સમિતિની બેઠકમાં મ્યુનિ.કમિશનર, સંયુકત પોલીસ કમિશનર, જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સહિત કમિટીના અન્ય સભ્યોની હાજરીમાં સર્વધર્મ સમભાવ અને કોમી એકતાના માહોલમાં રથયાત્રા સંપન્ન થાય એ બાબતે ચર્ચા કરવામા આવી હતી. મ્યુનિ.તંત્ર તરફથી રૂટ ઉપરની તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહયો છે. 146 મીરથયાત્રા અગાઉ 11 જુને ભગવાનનાં મોસાળ એવા સરસપુર ખાતે સવારે વિષ્ણુયજ્ઞાનુ આયોજન કરાયુ છે. ત્યારબાદ સાંજના સમયે આંબેડકર હોલની સામે આવેલ સ્વામિનારાયણની વાડી ખાતે ભંડારાનુ આયોજન કરાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application