Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફ્લાઈટમાં નકલી આધારકાર્ડથી મુસાફરી કરતો શખ્સ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • May 16, 2023 

ટ્રેન કે બસમાં બોગસ ID પ્રુફ લઈને મુસાફરી કરતા અનેક લોકો ઝડપાતા હોય છે. પરંતુ એરલાઈન્સમાં બોગસ ID પર એકજ PNR નંબર પર મુસાફરી કરતો એક શખ્સ ઝડપાતા એરલાઈન્સનાં સિક્યુરિટી મેનેજરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, સરદારનગરમાં રહેતા યોગેશ કુમાર અકાશા એરલાઈન્સમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. જોકે રાત્રે દસેક વાગ્યે અકાશા એરલાઈન્સનાં એરપોર્ટ મેનેજર યતીન મરાઠેનો તેમની પર ફોન આવ્યો હતો. યતીન મરાઠેએ તેમને કહ્યું હતું કે, અમદાવાદથી બેંગ્લુરૂ જતી ફ્લાઈટ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ડિપાર્ચર થવાની હતી.






પરંતુ ફ્લાઈટ ડીલે હોવાથી ડિપાર્ચર થઈ નથી. આ ફ્લાઈટમાં એક PNR નંબર પર ચાર મુસાફરોએ ટીકિટ બુક કરાવી છે. પરંતુ ચારની જગ્યાએ પાંચ મુસાફરો ફ્લાઈટમાં બેઠેલા હોવાનું જણાયું છે. જેથી ફ્લાઈટનો દરવાજો ખોલવાનો હોવાથી તેમણે યોગેશ કુમારને તાત્કાલિક એરપોર્ટ પર આવવા જણાવ્યું હતું. એરપોર્ટ મેનેજરના ફોન બાદ યોગેશ કુમાર તાત્કાલિક એરપોર્ટ પહોંચ્યા હતાં અને કંપનીના એક્ઝિકિયુટિવ સિક્યુરિટી ઓફિસર અભિનવ શુક્લા અને પાંચ પેસેન્જરો એરો બ્રિજ ખાતે હાજર હતાં. યોગેશ કુમારે મુસાફરોની પુછપરછ કરી હતી.






તેમના ID પ્રુફ, બોર્ડિંગ પાસ અને ટિકીટ ચેક કરતાં ચાર મુસાફરોની ટિકીટનું બુકિંગ કન્ફર્મ થયેલું જણાયું હતું.પાંચેય પેસેન્જરોના બોર્ડિંગ પાસ ચેક કરતાં વિનોદસિંહ રાજપુરોહિતનાં નામના પાસ ઈશ્યુ થયા હતાં. આ પેસેન્જર પાસે આઈડી પ્રુફ માંગતાં તેમણે આધાર કાર્ડ બતાવ્યું હતું. આ આધારકાર્ડ ચેક કરતાં તે બનાવટી હોવાનું જણાયું હતું. તેમજ બાકીના ચાર જણના આધાર કાર્ડ ખરા હોવાનું જણાયું હતું. પરંતુ ટીકિટનો PNR એક જ હોવાથી તેમને ઓફ લોડ કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application